વન અને આદિજાતી મંત્રી ગણપત વસાવા કેવડિયા કોલોનીની મુલાકાતે.અનેક બાબતોએ કર્યો ખુલાસો.

0
300

(કનકસિંહ માત્રોજા/રાહુલ પટેલ/વિશાલ પાઠક)

વન અને આદિજાતી વિકાસ મંત્રી ગણપત વસાવા આજે કેવડીયાની મુલાકાતે છે,તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં અનેક બાબતોએ ખુલાસા કર્યા હતા.ટ્રાઇબલ મ્યુઝીયમની 7 કરોડની માટી ચોરી બાબતે વાહિયાત વાત કરી હતી કે,ચોરી તો દૂર અમારે તો અહીંયાંથી માટી ખસેડવાની છે,જ્યારે પત્રકારોએ સરકારે આ બાબતે fir થઈ હોવાનું કહેતા,તેઓએ પોતાના નિવેદનથી પલટી મારતા જણાવ્યું હતું કે,જો fir થઈ હશે તો જરૂર પગલાં લેવાશે.તો જંગલ સફારીમાં પ્રાણીઓના મોત બાબતે જણાવ્યું હતું કે,પ્રથમ વખત લાવવામાં આવેલ પ્રાણીઓ બાબતે જણાવ્યું હતું કે,તેમાં ઈમ્પોર્ટરે પ્રોટોકોલ પ્રમાણે ટ્રિટમેન્ટ આપીને પ્રાણીઓ અમને સોપાયા છે તેમાં કોઈનું મૃત્યુ નથી થયું. અને બીજી વખત લાવેલા પ્રાણીઓમાંથી કોઈનું ચુકવણું નથી થયું પૂરેપૂરી ટ્રીટમેન્ટ થયા પછી જ તેનું પેમેન્ટ થશે.આમ કહી પ્રાણીઓના મોત બાબતે તેઓએ હાથ ખંખેર્યા હતા.
હાલ સમગ્ર ગુજરાતમાં દીપડાઓએ કેર વર્તાવ્યો છે જેના કારણે સૌરાષ્ટ્ર સહિત વન્ય વિસ્તારનાં ગામડાઓમાં હાહાકાર મચ્યો છે,જે બાબતે વનમંત્રી એ જણાવ્યું હતું કે,દીપડાની સમસ્યા માત્ર ગુજરાતની નથી પણ સમગ્ર દેશની છે,કોઈ પણ રાજય એકબીજાના દીપડા લેવા તૈયાર નથી,પ્રાણી સંગ્રહાલયોમાં દીપડાઓની સંખ્યા ફૂલ થઈ ગઈ છે,ગુજરાતમાં જ 1400 જેટલા દીપડાઓ છે,ગ્રામ્ય વિસ્તારોમાં આવી જતા દીપડાઓ પકડાય છે,અને માનવભક્ષી દીપડા પકડાય તો ફરીથી છોડાતા નથી,અને જો ન પકડાય તો તેને ઠાર મરાય છે,અત્યારસુધી 1 દીપડો સૌરાષ્ટ્રમાં ઠાર મરાયો છે.

તો ભૂતકાળમાં આદિવાસીઓનાં ખોટા સર્ટિફિકેટ બાબતે ભારે વિવાદ પણ થયો હતો,ત્યારબાદ સરકારે કડક વેરિફિકેશન હાથ ધર્યું હતું,અને હાલ પૂર્ણ થયેલ વિધાનસભા સત્રમાં સરકારે આ બાબતે જવાબ આપ્યો હતો કે, સર્ટિફિકેટ ની ચકાસણી માટે કમિટી બનાવાઈ છે,અને તેમાં થયેલ વેરિફિકેશન બાદ 41 લોકોને નોકરી અપાઈ નથી.